Posts

https://bit.ly/2S×8CA5

હું એક શિક્ષક છું. હું પ્રથમ પુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. છેલ્લા સાત-આઠ મહિનાથી કોવિડ nineteen અંતર્ગત શાળાઓમાં lockdown lockdown ચાલી રહ્યું છે ત્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક મટેરીયલ પૂરું પડે તે માટે online શિક્ષણ ચાલુ કરેલ છે. બાળક સલામત રહી ઘરે રહીને ખૂબ સારી રીતે ભણે તે માટે હોમ લર્નિંગ મટીરીયલ પૂરું પાડવામાં આવે છે કેટલાક બાળકો ટીવી દ્વારા ફોન દ્વારા અને વળી કેટલાક બાળકો પુસ્તકથી શીખી રહ્યા છે. અત્યાર સુધીમાં 7 સામયિક કસોટી ઓ લેવાય ગયેલ છે. આ કસોટીઓ ચકાસતા વિદ્યાર્થીઓનું પર્ફોમન્સ ખૂબ સારું જણાવ્યું છે. વિદ્યાર્થીઓ વાલીઓ તમામનો સારો પ્રતિસાદ મળેલ છે. વળી જીસીઈઆરટી તરફથી ઓનલાઇન તાલીમો લઈને બાળકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ આવા સમયે બાળક ઘરે રહી સલામત રહે શિક્ષણ મેળવે એ જ અમારો હેતુ છે. એકંદરે ઘરે શીખીએ, સામયિક કસોટી ઓ જેવા પુસ્તકોથી બાળક સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ તો રહે જ છે. .વળી ઓનલાઇન ચિત્ર સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવે છે. મહદંશે વાલીઓને એમ થાય છે કે બાળક શાળામાં રહીને ભણે એ જ સાચું છે.